ઇ-ગ્રામ મોટાભેલા ગ્રામલક્ષી સેવાઓ


Click Here

તમારા ગામના નિર્માણ માટે સરકાર તરફથી કેટલી રકમ (ગ્રાંટ) મળેલ છે તેનો સરકાર તરફથી રીપોર્ટ જોવો..

તમારા ગામના નિર્માણ માટે સરકાર તરફથી કેટલી રકમ (ગ્રાંટ) મળેલ છે તેનો સરકાર તરફથી રીપોર્ટ જોવો..*

દરેક જીલ્લા પ્રમાણે ના દરેક ગામની સચોટ માહિતી...
http://www.planningonline.gov.in

CLICK HERE

અરજીપત્રક

મોટાભેલા ગામમાં ઉજવાયો જન્માષ્ટમી મહોત્સવ રથયાત્રા તેમજ દહીહાંડી( મટકી ફોડ ) નુ આયોજન કરવામાં આવ્યું

તારીખ: 03/09/2018
સમય : સવારે 8:00 થી 11:00 
સ્થળ : મોટાભેલા ગામ

આજ રોજ મોટાભેલા ગામમાં જન્માષ્ટમી નીમિત્તે જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામડામાં પણ શહેરી વિસ્તાર  જેવુ ભવ્ય આયોજન કરવામા આવ્યું હતું . આ મહોત્સવમાં રથ યાત્રા તેમજ ગામના ચોકમાં ભવ્ય મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટાભેલા ગામના યુવા ગ્રુપ દ્રારા જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાશ ગરબા તેમજ ઢોલ નગારાના તાલમાં ગામ જનો જુમી ઉઠ્યા હતા. ગામમાં અલગ અલગ ચાર સ્થળે મટકી ફોડ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન મળેલ ફાળાને સેવાકીય  પ્રવૃત્તિ કરવામાં આવશે.

સોજન્ય:- મોટાભેલા યુવા ગ્રુપ


મોટાભેલા ગામમાં ગુજરાત ઇકોલોજી કમિશન -ગાંધીનગર દ્વારા પર્યાવરણ જાગૃતિ અંગે કાર્યક્રમ

મોટાભેલા ગામમાં ગુજરાત ઇકોલોજી કમિશન -ગાંધીનગર દ્વારા પર્યાવરણ જાગૃતિ અંગે કાર્યક્રમ
તા :-31/08/2018
સ્થળ :- મોટાભેલા પ્રાથમિક શાળા
 મોટાભેલા ગામમાં ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગર દ્વારા  "To live eco-friendly as a way of life" પર તાલીમ સેમીનાર  આપવાનો કાર્યક્રમ થયો.  હતો.તેમા પ્રજા જનો એ મહત્વની  જાણકારી મેળવી હતી.તેમાં ગામમાં પાણીનો નિકાલ, ઘન કચરાનો નિકાલ, સ્વચ્છતા , વૃક્ષારોપણ કાર્યક્રમ વગેરે જેવા જેવા મહત્વના મૂદા પર ચર્ચા કરી હતી. ગ્રામજનોએ ગામમા રહેલા પર્યાવરણ સંબંધી સમસ્યાઓ મા પોતાના કીંમતી સુચનો આપેલા હતા.ગ્રામજનો આ તાલીમ મેળવ્યા બાદ પર્યાવરણ જાળવણીની પ્રતીક્ષા લીધી હતી.