ઓનલાઇન કેવી રીતે પાસપોર્ટ કઢાવવાની માહિતી


પાસપોર્ટ બનાવવા માટે ઓનલાઇન અરજી કરનારાઓ માટે સારા સમાચાર છે. આવતા વર્ષે જાન્યુઆરીથી પાસપોર્ટ અરજી માટે ડોક્યુમેન્ટનું લિસ્ટિંગ કરાવવું નહીં પડે. ઓળખના પુરાવા અને સરનામાના પુરાવાની જગ્યાએ માત્ર આધાર કાર્ડ માન્ય ગણાશે. સરકાર પાસપોર્ટની અરજી
માટે આધાર કાર્ડને જરૂરી કરવા જઈ રહી છે. સરકાર આ પ્રક્રિયાથી અરજીકર્તાની આપરાધિક
ગતિવિધિઓની ચકાસણીની પ્રણાલી સ્થાપિત કરવાના પ્રયત્ન કરી રહી છે. નવી પ્રક્રિયા
પ્રમાણે જો કોઈ પાસપોર્ટ માટે અરજી કરે તો તેની પાસે જો આધાર કાર્ડ ન હોય તેને પહેલા આધાર
કાર્ડ બનાવવું પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, સરકાર પાસે પાસપોર્ટને લઇને પોલીસ ચકાસણીના સંબંધમાં ઘણીબધી ફરિયાદો મળતી રહે છે અને તેના કારણે સમયસર પાસપોર્ટ ઈસ્યુ
થઈ શકતા નથી. અમે તમને જણાવીએ છીએ કે અરજીકર્તા પાસપોર્ટ માટે
ઓનલાઇન અરજી કેવી રીતે કરી શકે છે. આવો જાણીએ પાસપોર્ટ માટે ઓનલાઇન અરજી
કેવી રીતે કરવી

સ્ટેપ-1: પાસપોર્ટ સેવા પોર્ટલ પર ખુદને રજિસ્ટર કરો

સૌથી પહેલા પાસપોર્ટ સેવા પોર્ટલની વેબસાઇટ http://passportindia.gov.in/AppOnlineProject/welcomeLink પર જવું. પેજ પર તમને register now લિંક પર ક્લિક કરવું. નવા યુઝર હોવાને કારણે ખુદને રજિસ્ટર કરવું. તેમાં તમારી વિગતો ભરવી. જેમ કે તમારા પાસપોર્ટ કાર્યાલય ક્યું છે, જન્મતારીખ અને ઈ-મેલ આઈડી. ઇ- મેલ આઈડી પર તમારું લોગિન આઈડી આવી જશે. ત્યાર બાદ તમને ફરીથી હોમ પેજ પર પાછું આવવાનું રહેશે. Passport માટે પણ આધાર કાર્ડ જોઈશે, આવી રીતે કરો ઓનલાઇન અરજી

સ્ટેપ-2: લોગિન કરો

ઇ-મેલ પર આવેલ લિંક પર ક્લિક કરીને તમારું એકાઉન્ટ એક્ટિવેટ કરવું. ત્યાર બાદ યુઝર આઈડી ભરવું અને પછી પાસવર્ડ નાંખવો. લોગિન થયા બાદ એપ્લાય ફોર ફ્રેશ પાસપોર્ટ (Apply For Fresh Passport) અથવા રી
ઇશ્યુ ઓફ પાસપોર્ટ (Re-issue of Passport) લિંક પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ 2 પાર્ટ થશે. બન્નેમાં જો તમારે ઓનલાઇન બનાવવાનો હોય તો બીજા ઓપ્શન પર ક્લિક કરવું. ] ....

સ્ટેપ-3: વિકલ્પ પસંદ કરો

જો તમે પહેલી વખત પાસપોર્ટ માટે અરજી કરી રહ્યા છો તો તેના માટે એપ્લાય ફોર ફ્રેશ
પાસપોર્ટ (Apply For Fresh Passport) પર ક્લિક કરવાનું રહેશે. એપ્લાય ફોર ફ્રેશ પાસપોર્ટ પર ક્લિક કર્યા
બાદ તમારી સમક્ષ ઘણાબધાં ફોર્મ આવી જશે, તેમા તમારી જાણકારી માંગવામાં આવશે. આ તમામ ફોર્મને યોગ્ય રીતે ભરવા. ધ્યાન રાખવું કે ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ન રહી જાય, કારણ કે એક વખત પાસપોર્ટની પ્રક્રિયા રિજેક્ટ થવા પર ફરી પાસપોર્ટ માટે અરજી કરવા માટે સમય લાગે છે. તેનાથી સમયની બરબાદી થાય છે.

સ્ટેપ-4: કૌટુંબિક વિગતો ભરવી

તમારી વિગતો ભર્યા બાદ તમારે તેને સેવ કરવાનું રહેશે. સેવ કર્યા બાદ તમે આ પેજને યુઝર આઇડી અને
પાસવર્ડ નાંખીને ક્યારેય પણ ખોલી શકો છો. ત્યાર બાદ આગલા પેજ પર ક્લિક કરવાનું રહેશે જેથી આગળનું
પેજ ખુલશે, જેમાં તમારે તમારી કૌટુંબિક વિગતો ભરવાની રહેશે. તેને પણ સેવ કર્યા બાદ આગળના પેજ
પર જવું. ત્યાર બાદ સરનામાંની વિગતો ભરવાની રહેશે. તેને પણ સેવ કરી લેવું. ત્યાર બાદ ઇમરજન્સી
કોન્ટેક્ટ વિગતો ભરવાની રહેશે.


સ્ટેપ-5: ચૂકવણી અને મળવાનો સમય નિર્ધારણ

‘વ્યૂ સેવ્ડ/સબમિટેડ એપ્લિકેશન’(View Saved/Submitted Applications) સ્ક્રીન પર ‘પે એન્ડ શિડ્યુઅલ
અપોઇન્ટમેન્ટ’ (Pay and Schedule Appointment) લિન્ક પર ક્લિક કરો અને તમારી અપોઇન્ટમેન્ટ એટલે કે
મળવાની સમય બુક કરો. ફોર્મ સબમિટ કર્યા બાદ તમારી સમક્ષ એક વિંડો ખુલી જશે જ્યાં તમારે પાસપોર્ટ બનાવવા માટેની રકમની ચૂકવણી કરવાની રહેશે. આ ચૂકવણી તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ અથવા એસબીઆઇ બેંકના ચલણ દ્વારા કરી શકો છો.

.
સ્ટેપ-6: એપ્લિકેશન રિસીપ્ટની પ્રિન્ટ લેવી

સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રિન્ટ એપ્લિકેશન રિસીપ્ટ લિંક પર ક્લિક કરી પ્રિન્ટ લેવી. તેમાં. તમારો એપ્લિકેશન રેફરન્સ નંબર અને અપોઇન્ટમેન્ટ નંબર હોય છે.
.

સ્ટેપ-7: ઓરિજનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જવા

જ્યાં પણ તમારી અપોઇન્ટમેન્ટ બુક કરવામાં આવી હોય ત્યાંના પાસપોર્ટ સેવા કેન્દ્રમાં તમારા
ઓરિજનલ ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવા.

No comments:

Post a Comment