NON-CREAMY LAYER CERTIFICATE

*** NON-CREAMY LAYER CERTIFICATE કઢાવવા
માટેની જરૂરી માહિતી.***
શું છે નોન-ક્રિમીલયેર?
જવાબ:- નોન-ક્રીમિલયેર એ ઓ.બી.સી/એસ.ઇ.બી.સી
કેટેગરીમાં આવતા અરજદારો કે જેવોનો સમાવેશ
ઉન્નત વર્ગમાં થતો નથી તેવા લોકો એ સરકારને
આપવો પડતો પુરાવો છે. જે નોકરી કે અન્ય લાભ
માટે જરૂરી અને ફરજીયાત છે.
ક્રીમીલયર કઢાવવાની માહિતી:
1. નજીક ના જનસેવા કેન્દ્રમાંથી કે તેના
પાસેના ઝેરોક્ષવાળા પાસેથી અરજી ફોર્મ લઇને
ભારાવી લેવું અને જો તેમા તલાટી ના સહિ સિક્કા
કરાવવાના હોય તો તે કરાવી ને અરજી ફોર્મ પુરુ
ભરી લેવુ.
2. ત્યારબાદ વાલીનું સોગન્દનામું કરાવી
ને નોટરી કરાવી લેવી. જો અરજદાર સ્વતંત્ર હોય
તો પોતાનું સોગંદનામુ કરાવવાનુ રહેસે તથા તેણે
નોટરી કરાવવાની રહેસે નહી.
3. ત્યારબાદ હવે અરજી ફોર્મ ઉપર રૂ.3 ની
ટિકિટ ચોટાડી અરજી ફોર્મ અને સોગન્દનામા
પાછળ નીચે મુજબના પ્રમાણપત્રો સ્વપ્રમાણીત
કરીને જોડી દેવાના રહેસે.
* અરજદારનું ઓળખકાર્ડ
* અરજદારના ત્રણ પાસપોર્ટ સાઇઝના ફોટા
* રેશનકાર્ડની નકલ
* અરજદારનું છેલ્લુ એલ.સી.
* અરજદારનો જાતીનો દાખલો.
*વાલીનો આવકનો દાખલો(જો
 અરજદાર સ્વતંત્ર હોય તો પોતનો)
* અરજદારનુ  આધાર કાર્ડ
*પંચનામુ
*સોગંદનામુ કરાવવા વધારે એક ફોટો તથા આધાર કાર્ડ ની નકલ ની જરૂર પડશે
આ પ્રમાણપત્રો જોડીને નાયબ મામલતદાર
કે ટી.ડી.ઓ પાસે ચકાસણી કરાવ્યા બાદ એ.ટી.વી.ટી.
કેન્દ્રમાં જઇને ફોટો પડાવી પ્રમાણપત્ર કઢાવી
લેવાનું રહેશે જે બીજા દિવસે ત્યાંથી લેવાનું રહેસે.

No comments:

Post a Comment