મોટાભેલા ગામની સામાન્ય માહિતી

ગામ: મોટાભેલા
તાલુકો : માળિયા (મિયાણા)
જીલ્લો : મોરબી
રાજ્ય : ગુજરાત
નાગરિકતા : ભારતીય
Time zone : IST ( UTC + 05:30)
પિનકોડ : 363660
ડાઇલિંગ કોડ : +91
તારીખનું માળખું : dd/mm/yyyy પ્રમાણે
ભાષા : પ્રાદેશિક ગુજરાતી
અક્ષાંશ : 23.0134659°
રેખાંશ : 70.6752134°
વેબસાઇટ : www.motabhela.tk

*મોટાભેલા ગામથી નજીકના ગામડાઓ*

નાનાભેલા :  2.2 km ભાવપર: 3.7 km સરવડ : 4.2 ચમનપર : 4.7 km મોટીબરાર :4.8 km નાનીબરાર: 4.9 km તરઘડી: 6.1 km વવાણિયા: 6.6 km બગસરા:6.8 km ચાંચાંવદરડા : 7.2 km જાજાસર: 7.6 km મહેન્દ્રગઢ:7.8 km રાસંગપર :8.1 km દેરાળા :8.4 km  મોટાદહિંસરા : 9.5 km  નાનાદહિંસરા : 9.6 km લક્ષ્મીવાસ : 10.8 km માળિયા: 12.2 km વર્ષામેડી:12.9km ખિરઇ: 13.9 km કુંતાસી : 14.4 km બોડકી :15.1 km વાધરવા : 16.5km નવલખી : 19.3 km ચિખલી : 22.6 km ખાખરેચી:26.2 km વૈણાસર:29.9km કુંભારીયા : 30 km

*મોટાભેલા ગામ મોરબી જીલ્લાના માળિયા (મિંયાણા) તાલુકામાં આવેલું છે. મોટાભેલા ગામમાં મુખ્ય 1 તળાવ, 2 આંગણવાડી ,1 પ્રાથમિક શાળા , 1 માધ્યમિક શાળા , ગ્રામપંચાયત,મંડળી,આશરે 15 જેટલા મંદિર જેમા ગામનું રામજી મંદિર તથા આશ્રમનો તથા રાંદલમાં મંદિરોનો સમાવેશ થાય છે,ગામમાં મોટાભાગની શેરીમાં સિમેન્ટના રોડ તથા ગટર લાઇન છે, ગામમાં એક મુક્તિધામ આવેલું છે,  આશરે 400 જેટલા ઘર આવેલા છે . 2011 માં થયેલા જનગણના મુજબ આ ગામની વસ્તી1668 છે. તેમાં 846 પુરુષો અને 822 જેટલી મહિલાઓ છે.અને બાળકોની સંખ્યા134 (0-6 વર્ષના ગાળામાં) તેમાંથી 72 છોકરાઓ અને 62 છોકરીઓ છે.*

શ્રી ખેતલીયા દાદા


Primary health centre


મોટાભેલા પોસ્ટ ઓફીસ

મોટાભેલાપોસ્ટ ઑફિસ ગુજરાત રાજ્યના મોટોભેલા, દહિંસરા, રાજકોટમાં સ્થિત છે. તે એક શાખા કચેરી છે (બી.ઓ.). પોસ્ટ ઑફિસ (પી.ઓ.) / ડાક ઘર, પ્રાપ્તકર્તાઓને વર્ગીકરણ , પ્રોસેસિંગ અને મેલ પહોંચાડવાના ચાર્જમાં સુવિધા છે. પોસ્ટ ઓફીસ સામાન્ય રીતે ભારત સરકાર (જી.ઓ.આઈ.) દ્વારા નિયમન અને ફંડ  મેળવે છે. મોટાભેલા પોસ્ટઓફિસ નો પિન કોડ 363660 છે. આ પોસ્ટ ઓફિસને ગુજરાત પોસ્ટલ સર્કલના રાજકોટ પોસ્ટલ ડિવિઝન હેઠળ આવે છે. સંબંધિત વડા પી.ઓ. આ શાખા કચેરી માટે રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ છે અને આ શાખા કચેરી માટે સંબંધિત પેટા પોસ્ટ ઑફિસ (એસ.ઓ.) દહિંસરાના પોસ્ટ ઓફિસ છે. મોટાભેલા પોસ્ટઓફિસ ટપાલ સેવાઓ આપે છે જેમ કે મેલ્સ અને પાર્સલ્સ, મની ટ્રાન્સફર, બેન્કિંગ, વીમા અને રિટેલ સેવાઓ.આપે છે.મોટાભેલા  પોસ્ટઓફીસ   માં બોક્સ વિતરણ અને અન્ય વિતરણ સેવાઓ. આ પોસ્ટઓફિસની માટે સત્તાવાર વેબસાઇટ http://www.indiapost.gov.in છે.

Ramji mandir


શ્રી જે.ટી. પટેલ માધ્યમિક શાળા -મોટાભેલા

શ્રી જે.ટી. પટેલ માધ્યમિક શાળા -મોટાભેલા 
69 મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી 

શ્રી ભીડભંજન મહાદેવ આશ્રમ -મોટાભેલા

• સ્થાપના :-આશરે 30 વર્ષ પહેલા
• જીણોદ્વાર:13-3-2012 રવિવાર 
• વિઝન : અષ્ટાંગ યોગ દ્વારા પ્રેમલક્ષણા ભક્તિ  (મોક્ષ પ્રાપ્તિ )
                 સાધના, સેવા, સત્સંગ 
                 પ.પૂ.ગુરુદેવ સ્વામી રાજશ્રી મૂનિજી દ્વારા પ્રેરિત લાઇફ મિશન કેન્દ્ર
                 આધારિત  
• કાર્ય : યુવા મંડળ દ્વારા દર સોમવારે ભજનધૂન અને 18પૂરાણનુ વાંચન.
           મહીલામંડળ દ્વારા નવરાત્રી આયોજન તથા લાણીનુ આયોજન  
           ગુરુપૂણિમાની દિવસની ઉજવણી 2000 માણસો મહાપ્રસાદનુ      
            આયોજન
•સ્થાપક : શ્રી જયશ્રી મૈયાજી ,શ્રી દયા મૈયાજી 
•સમય: સવારે 6 થી  બપોરના  3 અને
          સાંજ  6 થી  રાત્રે 11
ગુગલ મેપ પર સ્થાન જોવા

R.T.O. Driving License


મિત્રો, ઘણા મિત્રો ને ડ્રાઇવિંગ લાઇસન્સ કેમ કઢાવવું એની માહીતી નથી. તો જે મિત્રો ને લાઇસન્સ કઢાવવાનું બાકી હોય તે બધા મિત્રો નીચે મુજબ આપેલા સ્ટેપ પ્રમાણે ફોર્મ ભરીને પોતાની જાતે લાઇસન્સ કઢાવી શકે છે:

(1)www.sarathi.nic.in વેબ સાઇટ ખોલો
.
(2) ત્યાર પછી Issue of a Learning License to me લિંક ઉપર ક્લિક કરો એટલે ફોર્મ ખુલશે.

(3) પુરે પુરુ ફોર્મ ભરાઇ જાઇ ત્યાર પછી સેવ ઓફ લાઇન બટન પર ક્લિક કરો.સેવ કરેલી પીડીએફ ખોલો પછી નીચે
સબમિટ બટન પર ક્લિક કરો.

(5) નીચે મેસેજ આવી જશે તે APPLICATION NO. લખી લો.

(6) ત્યાર પછી Print Application Form લિંક  ઉપર ક્લિક કરી ને ફોર્મ ની પ્રિન્ટ કાઢો.

(7) ત્યાર પછી Appointment for Slot booking લિંક ઉપર ક્લિક કરો પછી..

(8) LL SLOT BOOKING -> LL TEST FOR ONLINE APPLICATION

(9) APPLICATION NO. લખી ને જે દિવસે તમે ફ્રીહો તે દિવસ નો ટાઇમ બૂક કરી ને લેટર ની પ્રિન્ટ કાઢો.

(10) ત્યાર પછી જે દિવસ નો ટાઇમ ફિક્સ કર્યો તે દિવસે જે તે ટાઇમે ફોર્મ ની કોપી, લિવિંગ સર્ટિ, પાસપોર્ટ સાઇજ ના બે ફોટા, ટાઇમ બૂક કરેલો લેટર, રાશન કાર્ડ ની ઝેરોક્ષ, આધારકાર્ડ ની ઝેરોક્ષ, જે પુરાવા તમે લઇ જાવ તે બધા ORIGINAL સાથે લઇ જવા. RTO ની બાજુ માંથી ફોર્મ
નં-2 લઇ લેજો. 2 ૱ નું આવશે.

(11) જો પાસ થાવ તો તમને લર્નિગ લાઇસન્સ આપી દેશે.

(12) જો ફેઇલ થાવ તો બીજા દિવસે પાછું જવાનું ૨૫ ૱ ભરીને પછી ફરી ટ્રાય દેવાનો.

(13) પાસ થાવ તો ૩૦ દિવસ પછી http://drivingtesttrack.in વેબ સાઇટ ખોલો APPOINTMENT FOR SLOT BOOKING ઇમેજ પર ક્લિક કરો LL NO બરાબર નાખજો GJ01 and GJ 27 પછી એક સ્પેસ હોય છે.

(14) L L NO નાખો પછી BIRTH DATE પછી બટન પર ક્લિક કરો અને ટાઇમ ફિક્સ કરો પરીક્ષા નો અને તે દિવસે જવાનું એક કલાક વેલા જજો નકર વારો બોવ મોડો આવશે.

(15) સાથે ફી ભર્યા ની બધી પહોંચ અને લર્નિંગ લાઇસન્સ અને R.T.O. ની બાજુ માંથી ફોર્મ નં-4 લઇ લેજો ૨ ૱ નું આવશે.
(16) જો પાસ થાવ તો લાઇસન્સ ઘરે આવી
જશે...

શેર કરી આ માહિતી બીજા સુધી પહોચાડવામાં મદદ કરજો...